Home Sitemap સંપર્ક કરો
home about us about gujarat gujarat rajkiya what is RTI
માહિતી માગો
સરકારી કચેરીઓમાં બારીઓ પર પડદા શા માટે ?
તમારા શહેર, જિલ્લા કે ગામમાં ચાલતા જાહેર કામોનું સ્થળ પર નિરિક્ષણ કરો
   
અગત્યની વેબસાઇટો
"માહિતિ અધિકાર અધિનિયમ ૨૦૦૫"
(Right to Information)
 
"આરોગ્ય સેવાઓ મેળવવાના અધિકાર"
(Right TO Health)
 
"શિક્ષણ મેળવવાનો અધિકાર"
(Right to Education)
 
 
સફળ કિસ્સાઓ
"MGVCL hails RTI applicant
 
પોલીસ અધિકારીઓ ને સાહેબ સંબોધન કરી બોલાવવા જરૂરી નથી
 
RTI revives Panchayat Social Justice Committees in Gujarat
 
Using RTI to Pull up Fair Price Shops in Kalol Taluka of Gujarat
 
Citizens using RTI to make the administration work according to rule
 
Karnataka villagers insist on Right to Food
 
Public Information Officers
Central Information Commission
State Information Commission
States RTI Rules
State Public Information Officers / Chief Information Commissioners of States
નાગરિકો ના અધિકારો
વિશ્વના તમામ દેશોનું વહિવટી તંત્ર નાગરિકોના પૈસા થી જ ચાલે છે. અને જો પૈસા ની અછત ઉભી થાય તો વિદેશી દેવું કરવામાં આવે છે અને જેના દેવાદાર તો અંતે જે તે દેશના નાગરિકો જ બને છે. જે થી નાગરિકોના પૈસા નો વહિવટ કેવી રીતે થાય છે, કેટલા નાણાં ક્યાં ખર્ચવામાં આવે છે. યોજનાઓના ઘડતરમાં કોઇ ખામીઓ તો નથી ને કે જેથી નાણાં બિનજરૂરી ખર્ચાય. આ તમામ બાબતોની માહિતી મેળવવાનો દરેક નાગરિકનો અધિકાર છે.
કોઇ પણ તંત્ર ખાડે જાય તો તેની જવાબદારી વહિવટી તંત્રની જ હોય છે નાગરિકોની નહીં કારણકે વહિવટી તંત્ર દ્વારા કાયદાઓનું ચુસ્તપણે અમલ કરાવવાને બદલે ભ્રષ્ટાચારી પ્રવૃત્તિઓ આદરી દેશમાં આર્થિક ગુનાઓ આચરનારાઓને દંડ કે સજા કરવાને બદલે છટકાવી દેવામાં આવે છે જે ના પરિણામ સ્વરૂપે તંત્ર ખાડે જાય છે અને દોષનો ટોપલો ટેક્ષ ચોરી કે અનિયમિત ભરપાઇના બહાના હેઠળ નાગરિકો ના માથે ઓઢાડવામાં આવે છે. કોઇપણ દેશનું કરવેરાનુ માળખું દેશ માટે જરૂરી ખર્ચ ને ધ્યાને લઇ ગોઠવવામાં આવેલું હોય છે. અને તે સિવાય કાયદાના નિયમ ભંગ, સજા કે વિવિધ સેવાઓ માટે ફી વસુલાત ના ભાગ રૂપે ની આવકને વધારા ની આવક ગણવામાં આવે છે કારણ કે દંડની રકમનું કોઇ લક્ષાંક હોતું નથી.
વિશ્વબેંન્ક દ્વારા જ્યારે જ્યારે કોઇ ખાસ યોજના માટે નાણાંકિય સહાય કરવામાં આવી છે ત્યારે ત્યારે તેની અમલવારી અને ખર્ચ અંગે માહિતી મેળવવાના નાગરિકોના અધિકાર ની શરતો મુકવામાં આવેલી છે. કારણકે આવી સહાયના દેવાદાર તો અંતે નાગરીકો જ છે. અને જે દેવું ચૂકવવાની નાગરિકોને ફરજ પાડવામાં આવનાર છે તે નાંણા ના વપરાશની જાણકારી મેળવવાનો અધિકાર દરેક નાગરિક ને છે.
કેન્દ્ર સરકાર દ્વારા કે રાજ્ય સરકરો દ્વારા અમુક વિકાસ યોજનાઓ પોતે અમલમાં મૂકી છે તેવા પોકળ દાવાઓ કરવામાં આવે છે. હકિકતમાં આવી યોજનાઓ વિશ્વબેંક કે એશિયન ડેવલોપમેન્ટ બેંકે કરેલી સહાય અંતર્ગત હોય છે અને જે યોજનાઓ અમલમાં મૂકવી ફરજિયાત હોય છે. માત્ર આપણી સરકાર દ્વારા આવી યોજનાનું નામકરણ કરવામાં આવે છે.
જો આપ વિશ્વબેંક કે એશિયન ડેવલોપમેન્ટ બેંકે કરેલી સહાય અંતર્ગત યોજનાઓ વિશે માહિતી મેળવવા માંગતા હોવ તો આ બંન્ને બેંક ની આ પેજની ડાબી બાજુએ દર્શાવેલી વેબસાઇટ જોઇ જરૂરી માહિતી મેળવી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે આવી યોજનાઓની અમલવારી વિશે માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવી શકો છો.
સરકારશ્રી ના દરેક વિભાગમાં આંતરીક ઓડિટ કરવામાં આવેલ હોય કે સરકારશ્રી ના CAG (કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ) વિભાગ દ્વારા ઓડિટ કરવામાં આવેલ હોય અને જો નાગરિકો ને એવું જણાય કે સરકારશ્રી ના જે તે વિભાગ ના કોઇ બહુચર્ચિત ભ્રષ્ટ્રાચાર ના પ્રકરણને ઓડિટ દરમ્યાન ધ્યાન પર લેવામાં આવેલ નથી તો નાગરિક આવા ઓડિટ રિપોર્ટના નિરિક્ષણ અને પ્રમાણિત નકલો માગી શકે છે અને બહોળો પ્રચાર કરી શકે છે. અને આવા ઓડિટ રિપોર્ટની માહિતી મેળવવા માટે નાગરિક પાસે હિસાબી શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી નથી.
આરોગ્ય સેવાઓ મેળવવાનો અધિકાર, શિક્ષણ મેળવવાનો અધિકાર, સલામતિ મેળવવાનો અધિકાર, રોજગારી મેળવવાનો અધિકાર, અન્ન(ખોરાક) મેળવવાનો અધિકાર વગેરે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાયદા થી મળેલા છે. અને જે તમામ અધિકારો દરેક નાગરિક “માહિતી મેળવવાના અધિકાર” ના અસરકારક ઉપયોગ દ્વારા મેળવી શકશે.
કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ આ તમામ અધિકારો આપણા મુળભૂત અધિકારો હોવા છતાં આપણ ને ખૂબ મોડેથી “માહિતી મેળવવાના અધિકાર” હેઠળ મળ્યા છે જેનો અસરકારક અમલ કરી, કરાવી દેશ ની પ્રગતિ અને સમૃદ્ધિ સાધવામાં યોગદાન પૂરૂ પાડીએ.
 

NDTV RTI AWARD 2009

RTI website in Gujarati launched by city activist - Vadodara
XML Sitemap Contact